ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કાર્યવાહીની સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. સુપ્રીમે તો જણાવી દીધું છે કે ઇડી ગુનાઓની સંખ્યાના બદલે કાર્યવાહીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે તો વધારે સારું રહેશે. તેની સાથે કોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવતા કેસોમાં દોષિતોને થતી સજાના ઓછા પ્રમાણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.