હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓમાં મની લોન્ડરિંગ(Money laundering)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતા મહેશ બાબુને 27 એપ્રિલે સમન્સ પાઠવ્યું છે. આ પહેલા 18 એપ્રિલે EDએ તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.