પંજાન નેશનલ બેંક સાથે 11,300 કરોડના કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને અન્ય વિરુદ્ધ PMLA કેસ નોંધવામાં આવ્યો છે. ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ઘરની તપાસ કરી હતી જેમાં અત્યંત કિંમતી સામાન મળી આવ્યો છે. મુંબઈ સ્થિત નીરવ મોદીના નિવાસસ્થાનેથી ઈડીએ 10 કરોડની રિંગ, 1.40 કરોડની ઘડિયાળ સહિતની કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.