નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં મોટું પગલું લેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત જપ્ત કરાયેલી રૂ. ૬૬૧ કરોડની સંપત્તિઓ પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી, મુંબઈ અને લખનઉમાં પ્રોપર્ટી રજિસ્ટ્રાર્સને આ અંગે ગઈકાલે નોટિસ પાઠવી હતી. આ શહેરોમાં એસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ)ની સંપત્તિઓ છે. આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને આરોપી બનાવાયા છે.