એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે જણાવ્યું હતું કે તેણે ગોવામાં કેટલાક લોકોની મની લોન્ડરિંગ કેસની તપાસમાં ૩૧ પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. આ લોકોએ આ જમીન બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી હસ્તગત કરી હતી.
પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કુલ ૩૯.૨૪ કરોડની એસેટ્સ જપ્ત કરવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો, એમ ઇડીએ તેની તપાસમાં જણાવ્યું હતું