નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ સાથે સંકળાયેલા કથિત ડિફોલ્ટર્સની રૂ. 116 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય એજન્સી ઈડીએ બુધવારે આપી હતી.
ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ૩૧ માર્ચે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મુંબઈ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં સ્થિત ૧૫ સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે એક કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ સંપત્તિઓ મોહન ઈન્ડિયા ગુ્રપ, વિમલાદેવી એગ્રોટેક લિ, યથુરી એસોસિએટ્સ અને લોટસ રિફાઈનરીઝની છે.