એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રાયપુર ઓફિસે પાંચ ડિસેમ્બરે મની લોન્ડરિંગ વિરોધી નિયમ હેઠળ રુ. ૩૮૮ કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ બહાર પાડયો છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં મોરેશિયસ સ્થિત કંપની, ટાનો ઇન્વેસ્ટમેન્ટ્સ, ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા ફોરીન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને સીધા વિદેશી રોકાણ દ્વારા હરિશંકર તિબરવાલ સાથે સંલગ્ન રોકાણ પણ સામેલ છે.