એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્લી એક્સાઇઝ પોલિસીના સંબંધમાં હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ સહિત સમગ્ર ભારતમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. બીજેપીએ (BJP) બીજા ‘સ્ટિંગ’ વિડીયો પોસ્ટ કર્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દારૂના ધંધાર્થીઓએ ગોવા અથવા પંજાબમાં આમ આદમી પાર્ટી અને પાર્ટીને 100 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી હતી. આ નાણાંનો ઉપયોગ તેમની ચૂંટણી માટે કર્યો હતો.