એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા પર વિદેશી પ્રત્યક્ષ રોકાણના કાયદાના ઉલંઘન મામલે રૂપિયા 3.44 કરોડનો દંડ ફટકાર્યો છે. એજન્સીના અધિકારીઓએ શુક્રવારે આ બાબતે જાણકારી આપી હતી.
ફેડરલ પ્રોબ એજન્સીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નિર્ણયને પગલે બ્રિટિશ બ્રોડકાસ્ટર વિરુદ્ધ આદેશ જારી કર્યો હતો અને તેના 3 ડિરેક્ટર પર 1.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીબીસીના એક પ્રવક્તાએ પીટીઆઈને આપેલા નિવેદન અનુસાર, 'અત્યાર સુધી બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા કે તેના ડિરેક્ટરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કોઈ નિર્ણયનો આદેશ મળ્યો નથી.'