CBIને નોકરીના બદલે જમીન કૌભાંડ મામલે લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી શકે છે. EDએ લાલુ યાદવ પરિવારના નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ કરી છે. અમિત એક બિઝનેસમેન અને એકે ઈન્ફોસિસ્ટમના પ્રમોટર છે. આ કંપની નોકરીના બદલે જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલી છે.