કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપી સંજય રાય શેરપુરિયાની મુશ્કેલી વધી રહી છે. પીએમ મોદી અને ભાજપના દિગ્ગજ નેતાઓના ફોટા બતાવીને સંજય રાયે કરોડોનું ફુલેકુ ફેરવ્યું છે. યુપી એસટીએફ બાદ તે હવે EDના નિશાના પર છે. EDએ કાલે રાત્રે સંજય રાયના ચાર શહેરો દિલ્હી, બનારસ, લખનૌ અને ગાઝીપુરના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. EDની ટીમે કલાકો સુધી શેરપુરિયાના ઠેકાણાઓ પર સર્ચ કર્યું હતું. EDએ ખાસ કરીને દિલ્હીમાં શેરપુરિયાની મિલકતો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સ્થળો પરથી શેરપુરિયાની કંપનીઓ અને એનજીઓ સંબંધિત હજારો દસ્તાવેજો મળી આવ્યા છે.