દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. સોમવરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમના ઠેકાણા પર દરોડા પાડ્યા છે. EDએ કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા વ્યવહારોના કેસમાં આ કાર્યવાહી કરી હતી. હાલમાં સત્યેન્દ્ર જૈન 9 જૂન સુધી EDની કસ્ટડીમાં છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે રવિવારે મંત્રી સત્યેન્દ્ર જૈનની પૂછપરછ દરમિયાન વકીલની હાજરીની મંજૂરી આપતા ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.