ઇડીએ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં દરોડા પાડયા હતા. ૭૫૦ કરોડ રૂપિયાના બેંક લોનના ફ્રોડમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. રોડ કન્સ્ટ્રક્શન અને ટોલ પ્લાઝાના સંચાલન સાથે સંકળાયેલી કંપની સામે કાર્યવાહી ચાલી રહી છે.
ઇડીએ ગંગોત્રી એન્ટરપ્રાઇઝિસને લઇને આ દરોડા પાડયા હતા. આ કંપનીમાં સપાના નેતા વિનય શંકર તિવારી, રિટા તિવારી અને અજીત પાંડે મુખ્ય પ્રમોટર્સ છે. વિનય શંકર તિવારી ગોરખપુરમાં પ્રખ્યાત નેતા અને પૂર્વ મંત્રી સ્વ. હરી શંકર તિવારીના પુત્ર છે. વિનય શંકર પહેલા બસપામાં હતા બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.