એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તાજેતરમાં ભારતમાં યોજાઈ રહેલા બે મુખ્ય કન્સર્ટ માટે ટિકિટોના કથિત કાળા બજાર સાથે સંકળાયેલી મહત્વની અનિયમિતતા ખુલ્લી પાડી છે. મની લોન્ડરીંગ કેસમાં દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ૧૩ સ્થળોએ શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ મુખ્યત્વે નવી મુંબઈમાં આગામી વર્ષે જાન્યુઆરીમાં આયોજિત થનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની કન્સર્ટ અને હાલ દિલ્હીમાં આયોજિત એક્ટર-ગાયક દિલજીત દોસંજના કાર્યક્રમ માટેની ટિકિટોના વેચાણ બાબતે કરાઈ હતી.