દેશભરમાં ૫૦ લાખથી વધુ રોકાણકારો સાથે ૪૫૦૦ કરોડની છેતરપિંડીના ૧૦ વર્ષ જૂના કેસમાં પેનકાર્ડ ક્લબ લિમિટેડના પદાધિકારીઓને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મુંબઈ અને દિલ્હીમાં ચાર સ્થળોએ હાથ ધરાયેલાં સર્ચઓપરેશન દરમિયાન શંકાસ્પદ આરોપીઓની વિદેશી સંપતિ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં શકમંદ આતંકીની ધરપકડ
ગુજરાત એટીએસે હરિયાણા એસટીએફની સાથે સંયુક્ત ઓપરેશનમાં રામ મંદિર પર હુમલાની તૈયારી કરી રહેલા આતંકવાદીને ઝડપી લીધો છે. એટીએસ અને એસટીએફે ખુલાસો કર્યો છે કે, આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી ટ્રેનિંગ લઈને આવ્યો હતો.