એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના લખનઉ સ્થિત ઘરે બુધવારે દરોડા પાડયા હતાં. તેમના એપાર્ટમેન્ટમાંથી ઇડીની ટીમે અનેક દસ્તાવેજ, બેંક ખાતાથી સંકળાયેલ વિગત અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરવામાં આવ્યા છે.
ઇડીની ટીમ સાવંતની ધરપકડ કરી તેમને મુંબઇ લઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઇઆરએસ અધિકારી સચિન સાવંત હાલમાં લખનઉમાં જ તૈનાત છે.