ભારતના સૌથી મોટા બેંક કૌભાંડ એબીજી શિપયાર્ડ કેસમાં હવે ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે મુંબઈ, પુણે અને સુરતમાં એબીજી શિપયાર્ડના ૨૬ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતના સુરત સ્થિત એબીજી શિપયાર્ડ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર્સ પર ૨૮ બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. ૨૨,૮૪૨ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ શિપિંગ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન ઋષિ અગ્રવાલની પૂછપરછ પણ કરી હતી.