કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા બેંક ફ્રોડ સાથે સબંધિત મામલે સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં 'વોટ જેહાદ'ના નામથી ચર્ચિત આ બેન્ક એકાઉન્ટ કૌભાંડ કેસમાં હવે કેન્દ્રીય તપાસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તપાસ એજન્સી દ્વારા 14મી નવેમ્બરની સવારથી જ આ કેસમાં 23થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદના 13 અને સુરતના 3 સ્થળો પર ED ત્રાટકી
તપાસ એજન્સીએ 14 નવેમ્બરે સવારે લગભગ 6:00 વાગ્યાથી ગુજરાતના અમદાવાદમાં 13 સ્થળોએ, સુરતમાં 3 સ્થળોએ, મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.