દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્રીય એજન્સી ઇડી વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ઇડીએ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ૧૨ લોકોને ત્યાં દરોડા પાડયા હતા, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સેક્રેટરી બિભાન કુમાર અને આપના સાંસદ એન. ડી. ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. ઇડીના આ દરોડાને કારણે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. આપે આરોપ લગાવ્યો છે કે ઇડી તપાસ દરમિયાન રેકોર્ડ કરાયેલા નિવેદનોનો નાશ કરી રહી છે.