ઇડીએ દિલ્હી, બિહાર અને યુપીની 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મહત્વની વાત એ છે કે આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના સ્થળો પર પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી અને EDની ટીમે શુક્રવારે પટનામાં પૂર્વ રાજદના એમએલએ અબુ દોજાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. અબુ દોજાના વ્યવસાયે બિલ્ડર છે.