એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૯ઇડી)એ શુક્રવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુદ્રા અને અન્ય કેટલાક લોકો સંબંધિત પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઘર, ઓફિસમાં દરોડા પાડયા હતા. મુંબઇ અને ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડી દ્વારા યુપીના ગોરખપુરના કુશીનગરમાંથી કુન્દ્રા સાથે સંકળાયેલા એક સોફટવેર એન્જિનિયરની અટકાયત કરવામાં આવી હતી.