એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધલવી, જમાત સાથે સંકળાયેલા ટ્રસ્ટો અને અન્ય લોકો વિરુદ્ધ મની લૉન્ડ્રિંગના કેસ મામલે દેશભરમાં તાબડતોડ દરોડા પાડ્યાં છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ગુજરાતના અંકલેશ્વર સહિત દેશના કેટલાક અન્ય સ્થળો પર પુરાવા એકત્ર કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. EDએ આ મામલે દિલ્હી પોલીસની એક ફરિયાદને ધ્યાનમાં લઈને મૌલાના સાદ સહિત અન્ય લોકો વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.