કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં મની લોન્ડ્રીંગ સંબંધી તપાસમાં શુક્રવારે બિહારના કેટલાય શહેરોમાં દરોડા પાડ્યા હતા. દરોડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની ત્રણ પુત્રીઓ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાના ઠેકાણામાંથી લાખો રૂપિયા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, દરોડા દરમિયાન 53 લાખ રોકડા, 1900 અમેરિકી ડોલર, લગભગ 540 ગ્રામ સોનું અને 1.5 કિલોના સોનાના ઘરેણાં મળી આવ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, દક્ષિણ દિલ્હીના એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું