એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ આજે મુંબઈમાં હિરાનંદાની ગ્રૂપની મુખ્ય ઓફિસ અને અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. કેન્દ્રીય એજન્સીએ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બિઝનેસ જૂથ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
ઈડી દ્વારા આ દરોડા મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોરમાં પાડવામાં આવ્યા હતી, જેમાં ગ્રૂપના ડાયરેક્ટરોના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. નાણાકીય ગેરરીતિના આરોપસર આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે EDએ હિરાનંદાની ગ્રૂપ વિરુદ્ધ દરોડા પાડ્યા હોય. અગાઉ 2022માં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે ગ્રૂપના 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા.