વીડિયોકોન લોન મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED) ચંદા કોચરની સતત ત્રણ દિવસથી પૂછપરછ કરી રહી છે. આજે પણ કોચર ઈડીની મુંબઈ સ્થિત ઓફિસમાં છે. તેમની શનિવાર અને રવિવારે પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણૂગોપાલ ધૂતની પણ પૂછપરછ કરવામાં આવી હતી.