વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની નવી દિલ્હી ખાતે ચોથી વખત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતેના આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના નિવાસ સ્થાને 23 મધર ટેરેસા ક્રેસેન્ટમાં પૂછપરછ હાથ ધરી છે. EDના ત્રણ અધિકારીઓ અહેમદ પટેલના ઘરે સવારે 11 વાગ્યે પહોંચ્યા હતા.
અગાઉ અહેમદ પટેલની 2 જુલાઈના રોજ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે પત્રકારોને માહિતી આપી હતી કે અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં EDએ તેમને 128 પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટ અને મને તેમજ મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નથી.’