એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેહનાત એક ઓફિસરે આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED ઓફિસર આલોક કુમાર રંજનએ આપઘાત કરી લીધો છે. તેમનો મૃતદેહ એક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. આ ઓફિસર કથિત ભ્રષ્ટાચાર સાથે સબંધિત એક કેસમાં ED અને CBIની તપાસના દાયરામાં હતો. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ સિંહની 50 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં CBIએ 7 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.