જમીનના બદલામાં નોકરીના કેસમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ હવે ગંભીર મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. ઇડીએ સીબીઆઇની એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગ કાયદા હેઠળ અલગથી કેસ દાખલ કર્યો છે. જેમાં તેજસ્વી યાદવને આરોપી બનાવવામાં આવ્યો છે.
ત્યારબાદ તેમને તેમને મંગળવારે પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતાં.ઇડીએ તેજસ્વીની લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમને આવક તથા પરિવારની સંપત્તિ સાથે સંકળાયેલા પ્રશ્રો પૂછવામાં આવ્યા હતાં.