ટેક્સ અધિકારીમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા સામે મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ તપાસ શરૂ કરી છે. અભિનેત્રીએ ઈડી સમક્ષ આરોપોના જવાબો આપ્યા હતા. ૨૬૩ કરોડના મની લોન્ડરિંગ કેસમાં કૃતિની સંડોવણી હોવાની ઈડીને શંકા છે. મુખ્ય આરોપીઓ સાથે ગાઢ સંબંધ હોવ ાનો આરોપ કૃતિ પર લાગ્યો છે.
કૃતિ વર્મા ટીવી અભિનેત્રી છે. બિગ બોસ સિઝન-૧૨માં દેખાઈ એ પછી એ જાણીતી બની હતી. રોડીઝમાં પણ એ દેખાઈ ચૂકી છે.