ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં વધુ એક મોટી ધરપકડ કરી છે. ઈડીએ આ કેસમાં તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે.કવિતા (K Kavitha)ની આજે ધરપકડ કરી છે. કથિત લિકર કૌભાંડમાં આ ત્રીજી મોટી ધરપકડ છે. અગાઉ ઈડીએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની ધરપકડ કરી છે.