કોલકાતાની આરજી કાર હોસ્પિટલની નાણાકીય અનિયમિતતાના મામલામાં ઇડીએ સંદીપ ઘોષ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોના સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કોલકાતામાં 5 થી 6 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આ દરોડા સંદીપ ઘોષ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોના ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે.