Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પડાયા હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. ઈડીએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિતના નેતાઓ સામે કાર્યવાહી કરતી રહી છે. ઈડીએ એનડીએના શાસનકાળ દરમિયાન સૌથી વધુ દરોડા પાડ્યા છે, જેમાં 121માંથી વિપક્ષના 115 નેતાઓ સામે કાર્યવાહી કરી છે.
2004થી 2014ની યુપીએ-1 સરકારમાં ઈડીએ 112 દરોડા પાડ્યા હતા. જ્યારે 2014થી 2022ની મોટી સરકાર દરમિયાન ઈડીએ 3010 દરોડા પાડ્યા છે. 2004થી 2014 સુધી મનમોહન સરકારમાં 26 નેતા વિરુદ્ધ ઈડીએ તપાસ કરી રહી હતી, જેમાં 14 નેતા વિપક્ષનાં હતાં. ત્યારબાદ મોદી સરકારના 9 વર્ષ દરમિયાન 121 નેતાઓ વિરુદ્ધ તપાસ કરાઈ, જેમાં 115 વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીના નેતા સામે કાર્યવાહી કરાઈ છે. મનમોહન સરકાર દરમિયાન ઈડીએ 5346 કરોડ જપ્ત કર્યા હતા, જ્યારે મોદી સરકાર દરમિયાન તપાસ એજન્સીએ 99,356 કરોડ જપ્ત કર્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ