એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત ગેરરીતિઓ મુદ્દે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાની પાંચ કલાક પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. વધું ઈડીએ સોમવારે સાંજે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી.
દિલ્હીના કથિત ચકચારી દારૂ કૌભાંડની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ મંગળવારે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) હેઠળ સિસોદિયાનું નિવેદન નોંધવા માટે તિહાર જેલ પહોંચ્યા હતા. સીબીઆઈએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે એક્સાઈઝ પોલિસીની રચના અને તેના અમલમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં ૨૬ ફેબુ્રઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયા હાલ ૨૦મી માર્ચ સુધી ન્યાયિક અટકાયતમાં છે.