કહેવાતી નાણાકીય ગેરરીતિના કેસમાં મની લોન્ડરિંગની તપાસ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આઇએલ એન્ડ એફએસના ટોચના બે ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સિઅલ સર્વિસીસના ભૂતપૂર્વ જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અરૂણકુમાર સાહ અને આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કના ભૂતપૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર કે.રામચંદ્રની બુધવારે સાંજે મુંબઇમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ સમક્ષ નોંધાવાયેલી એફઆઇઆર ઉપર ઇડીનો કેસ આધારિત છે. છેતરપિંડી દ્વારા પોતાની કંપનીને રૂ.૭૦ કરોડનું કહેવાતું નુકસાન કરાવવા બદલ IL&FS રેલ લિમિટેડના અધિકારીઓ વિરુદ્ધ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડાયરેક્ટરે કેસ કર્યો હતો.