દિલ્હીમાં રાજ્ય સરકારની દારૂ નીતિ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમસ્યાઓ સતત વધી રહી છે. આપની દારૂ નીતિના અમલમાં કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કરતાં સીબીઆઈએ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે, ઓફિસે દરોડા પાડયા પછી હવે ઈડી પણ સક્રિય થઈ છે. ઈડીએ મંગળવારે દિલ્હી, ઉત્તર પ્રદેશમાં દારૂના વેપારીઓના ૩૫થી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા. આ સિવાય ઈડીએ મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીની દારૂ નીતિના કૌભાંડના સંદર્ભમાં દિલ્હી, મુંબઈ, ગુરુગ્રામ, બેંગ્લુરુ અને હૈદરાબાદ સહિત ૭ અલગ અલગ શહેરોમાં દારૂના વેપારીઓના સ્થળો પર દરોડા પાડયા છે. તપાસ એજન્સીઓના નિશાના પર હવે દારૂના વેપારીઓ છે.