દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ ઈડીએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. ઈડીની એફઆઈઆરમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડોસ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુએ કથિત રીતે સિસોદિયાના નજીકના લોકોને ઓછામાં ઓછી 2 વખત કરોડો રૂપિયા આપ્યા હતા. તેઓ કથિતરૂપે આબકારી નીતિ (Excise Policy) બનાવવા અને તેના અમલીકરણમાં થયેલી ગોલમાલમાં સામેલ શરાબના વેપારીઓ પૈકીના એક હતા.