કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને ફરી એક વાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલે કહ્યું કે જે આર્થિક કરુણાંતિકા આજે દેશ વેઠી રહ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ સચ્ચાઈની આજે ખાતરી થઈ જશે.ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પહેલી વાર મહામંદીમાં સપડાઈ છે. અસત્યાગ્રહી તેનો દોષ ઈશ્વરને આપી રહ્યાં છે. સત્ય જાણવા માટે મારો વીડિયો જુઓ.રાહુલે તેમના ટ્વિટ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, તેમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે ભાજપ સરકારે અસંગઠિત ક્ષેત્રને બરબાદ કરી નાખ્યું છે. લોકોને ગુલામ બનાવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ૨૦૦૮માં દુનિયામાં મહામંદી આવી હતી. અમેરિકા, જાપાન, ચીન અને યુરોપમાં મહામંદી છવાઈ હતી, એક પછી એક બેન્ક બંધ થવા લાગી હતી આવી સ્થિતિમાં પણ ભારતને કંઈ થયું નહોતું.