રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના GDP ગ્રોથ અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે કોરોના વાયરસ પર નિયંત્રણને માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. જેના ભાગરૂપે લગભગ 7000 રૂપિયાનો ફટકો દરેક વ્યક્તિને પડી શકે છે.
ક્રિસિલે ભારતના નાણાંકીય વર્ષ 2020-21ના આર્થિક વૃદ્ધિદરને અડધાથી પણ ઓછો કરીને 1.8 ટકા કરી દીધો છે. એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને મળીને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે. દરેક વ્યક્તિના આધારે આ નુકસાન લગભગ 7000 રૂપિયાનું રહેશે.
ન્યુઝ એજન્સી PTIના જણાવ્યા મુજબ ક્રિસિલે કહ્યું કે સરકારી સહયોગમાં જબરજસ્ત વૃદ્ધિ થવી જોઈએ. નોંધનીય છે કે, એજન્સીએ આ અગાઉ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન GDPમાં 6 ટકા વૃદ્ધિનું અનુમાન કર્યું હતું, જેને માર્ચના અંતમાં ઘટાડીને 3.5 ટકા અને હવે 1.8 ટકા પર લાવવામાં આવ્યું છે.