Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને લાલ કિલ્લા પરથી ધ્વજ વદંન કર્યા બાદ દેશને સંબોધન કર્યું. આ અગાઉ પીએમ મોદી રાજઘાટ ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટવિટ કરી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ પ્લાસ્ટીકને લઇને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન લોકોને અપીલ કરતાં કહ્યું કે તેઓ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ના કરે અને દુકાનદારોને પણ આમ કરવા જણાવે. પીએમ મોદીએ કહ્યું તમારે કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઇએ. 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિકને જાકારો આપો. આ સાથે પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં વધારો કરવા જણાવ્યું. 

પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણેય સેનાના સેનાપતિ હશે, 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી છે. ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જે આ ત્રણેય સેનાના સેનાપતિ હશે. સેનાના ઇતિહાસમાં આ પહેલી વાર પદ બનાવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રણેય સેનાએ એક સાથે ચાલવું પડશે.

મોદીનો હુંકાર - આતંકને એક્સપોર્ટ કરનારાઓને ભારત બેનકાબ કરશે
પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા કોઇપણ ખુણે આતંકવાદનો ભય છે. ભારત એવામાં મૂકદર્શક બનીને રહેશે નહીં. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે આતંકવાદ વિરુધ્ધ ભારત પોતાની લડાઇ ચાલુ રાખશે, આતંકવાદને સહાય કરનારાઓને વિશ્વ સમક્ષ ઉઘાડા પાડવાનો સમય આવી ગયો છે. કેટલાંક લોકોએ ભારતની સાથે-સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રાખ્યો છે. પીએમ મોદીએ અફઘાનિસ્તાનને તેના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી.

ભ્રષ્ટાચારની બિમારીને દૂર કરવાની જરૂરિયાત
પીએમ મોદીએ કહ્યું કે આપણે આઝાદીના 75માં વર્ષ તરફ આગળ વધી રહ્યાં છે. વ્યવસ્થામાં બદલાવ થવો જરૂરી છે અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળવી જોઇએ. આપણા આ મિશનમાં જે અડચણરૂપ થઇ રહ્યાં હતા તેને દૂર કરી દીધા છે અને કહ્યું કે તમારો રસ્તો અલગ છે. દેશમાં ભાઇ-જાતીવાદ એક ઊધઇની જેમ છે, આ બિમારીને દૂર કરવી જરૂરી છે. કોઇની ઉપર સરકારનો દબાવ હોવો જોઇએ નહીં, પરંતુ મુશ્કેલીના સમયમં સરકાર હંમેશા લોકો સાથે હોવી જોઇએ. અમારી સરકારે રોજ એક કાયદાને ખત્મ કર્યો છે. સરકારે 10 અઠવાડિયામાં 60 કાયદાને ખત્મ કર્યા છે. 

આજે દેશની વિચારસરણી બદલાઇ ગઇ છેઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશની વિચારધારા બદલાઇ ગઇ છે, પહેલા જે વ્યક્તિ બસ સ્ટેશનની માંગણી કરતા હતા આજે તેઓ પૂછી રહ્યાં છે કે સાહેબ એરપોર્ટ ક્યારે આવશે. પહેલા ગામમાં રોડની માંગણી કરવામાં આવતી હતી અને આજે લોકો પુછી રહ્યાં છે કે ફોર લેન રોડ કે સિક્સ લેન રોડ ક્યારે બનશે. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશનો મિજાજ બદલાઇ રહ્યો છે.

જનસંખ્યાને લઇને પીએમ મોદીનો પ્રહાર, પરિવાર નાનો રાખવો દેશભક્તિ
પીએમ મોદીએ કહ્યું કે જે રીતે લોકોએ સ્વચ્છતા માટે અભિયાન ચલાવ્યું, હવે સમય આવી ગયો છે કે પાણી બચાવવા માટે પણ આવુ જ કરવું જોઇએ. પીએમ મોદીએ આ દરિયાન વધતી જનસંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે આપણે આ વિષય પર આવનાર પેઢી માટે વિચારવું જોઇએ. સીમિત પરિવારથી આપણું તેમજ દેશનું હિત પણ થશે. પીએમ મોદીએ કહ્યું જે લોકોએ આ વિષય પર પગલુ ભરી લીધું છે અને સીમિત  પરિવારના ફાયદા માટે લોકોને સમજાવી રહ્યાં છે તેને સમ્માનિત કરવાની જરૂર છે. નાનો પરિવાર રાખનાર દેશભક્તની જેવો છે. ઘરમાં આવનાર બાળક પહેલા આપણે વિચારવું જોઇએ કે શું તેના માટે આપણે તૈયાર છીએ. તેની જરૂરિયાત પુરી કરવા આપણે તૈયાર છીએ.

દરેક ઘરમાં જળને લઇને પીએમ મોદીએ કરી મિશનની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી અમારી સરકારે દેશમાં ગરીબી ઘટાડવાની દિશામાં પગલું ભર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધીમાં દરેક પક્ષની સરકારે દેશની ભલાઇ માટે કાંઇકને કાંઇક કર્યું છે, તેમ છતાં હજી પણ 50 ટકા લોકોના ઘરમાં પાણી ઉપલબ્ધ નથી. લોકોને પીવાના પાણી માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર હવે 'હર ઘરમે જળ' તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ જીવન મિશનની જાહેરાત કરી અને જેમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના બજેટનું એલાન કર્યું. જેના હેઠળ જળ સંચય, દરિયાના પાણીનો ઉપયોગ, વેસ્ટ પાણીનો ઉપયોગ, ઓછા પાણીમાં ખેતી અંગે લોકોમાં જાગૃતા લાવવામાં આવશે.

ત્રિપલ તલાક પર શું બોલ્યા પીએમ મોદી...
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું કે અમે સબકા સાથ- સબકા વિકાસનો મંત્ર લઇને ચાલ્યા હતા, પરંતુ પાંચ વર્ષમાં આ સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ થઇ ગયો, જે દેશના કારણે થયો છે. અમે હવે સંકલ્પથી સિધ્ધિ તરફ આગળ વધી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની મુસ્લિમ દિકરીઓ ડરી ગયેલી જિંદગી જીવી રહી હતી, ભલે તે ત્રણ તલાકનો ભોગ ન બની હોય પરંતુ તેના મનમાં ડર રહેતો હતો. ત્રિપલ તલાકને ઇસ્લામના દેશોએ ખત્મ કરી દીધો હતો, તો આપણે કેમ ન કર્યો. જો દેશમાં દ હેજ, ભ્રૂણ હત્યા વિરુધ્ધ કાયદો બની શકે છે તો ત્રિપલ તલાક વિરુધ્ધ કેમ નહીં.

આ વખતે મોદીએ નહીં દેશે લડી ચૂંટણી...
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આજે લોકોનો મિજાજ બદલાયો છે. 2014ની પહેલા દેશમાં નિરાશાનું વાતાવરણ હતું. પરંતુ અમે પાંચ વર્ષ વિકાસનું કામ કર્યું, અમે દેશના હિતને વિચારીને કામ કર્યું. 2019માં તેની અસર જોવા મળી અને ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો. 2014થી 2019નો સમય દેશની આકાંક્ષાઓ પુરા કરવાનો સમય રહ્યો.પીએમ મોદીએ કહ્યું 2019માં ના કોઇ નેતા, ના મોદી ચૂંટણી લડી રહ્યાં હતા, પરંતુ દરેક દેશવાસી પોતાના સપના માટે ચૂંટણી લડી રહ્યાં હતા.

જળસંકટ પર પીએમ મોદીએ શું કહ્યું...
લાલકિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું ખેડૂતોને આજે 90 હજાર કરોડ રૂપિયા સીધા ખાતામાં આપવામાં આવી રહ્યાં છે. અમે જળસંકટનું નિવારણ કરવા અલગથી મંત્રાલય બનાવ્યું. અમે મજદૂર અને ખેડૂતોને પણ પેન્શન આપવા માટે પગલુ ભરી રહ્યાં છીએ. આજે દેશમાં ડોકટરોની જરૂરિયાત છે અને નવા કાયદાની પણ જરૂર છે. આજે વિશ્વમાં બાળકો સાથે અત્યાચાર થઇ રહ્યો છે, પરંતુ અમારી સરકારે બાળખો વિરુધ્ધ અત્યાચાર કરનાર સામે કાયદો બનાવ્યો છે.

ધારા 370, 35એ પર બોલ્યા પીએમ મોદી..
પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદ અત્યાર સુધી જેમણે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે તેઓને નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે નવી સરકારના 10 અઠવાડીયા પણ નથી થયાં પરંતું આટલા ઓછા સમયમાં દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું 10 અઠવાડિયાની અંદર ધારા 370, 35એ હટવવાનું સરદાર વલ્લભભાઇ પટેલનું સપનું સાકાર કરવામાં આ પ્રથમ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે મુસ્લિમ બહેનોના હિત માટે ત્રિપલ તલાકને ખત્મ કરી નાંખી બિલ લાવ્યાં.

PM નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા પરથી સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધનમાં દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી. તેની સાથે રક્ષાબંધનની શુભેચ્છા સાથે પૂર ગ્રસ્ત પીડિતો માટે ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને તેનો સામનો કરી રહી છે. પીએમ મોદીએ આઝાદીની લડાઇમાં પોતાનો જીવ ગુમાવનાર સ્વતંત્રતા સેનાનીઓને પણ સલામ કર્યાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ