મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવાના એક દિવસ અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે રાજ્યસભામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો આર્થિક સર્વે રજૂ કરી દેશની આગામી આર્થિક પરિસ્થિતિની સંભાવનાઓનો ચિતાર આપ્યો હતો. ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે મોદી સરકારે સકલ ઘરેલુ ઉત્પાદનનો વૃદ્ધિ દર અગાઉના વર્ષના પ્રોજેક્ટ કરાયેલા ૬.૮ ટકાથી થોડો વધીને ૭ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ક્રિશ્નમૂર્તિ સુબ્રમણિયન દ્વારા તૈયાર કરાયેલા આર્થિક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં રાજકીય સ્થિરતાના કારણે અર્થતંત્રને ઘણો વેગમળશે. ગ્રાહકોની માગમાં વધારો અને વેપાર જગતની ધારણાઓ વધતાં મૂડી રોકાણમાં પણ વધારો થશે. આર્થિક સરવેમાં જળ સંકટ પર ગંભીર ઇશારો કરવામાં આવ્યો છે. સરવેમાં કહેવાયું કે ૨૦૨૦ સુધી ભારતમાં પાણીની તંગી એક મોટી સમસ્યા હશે.