કોરોના મહામારીના કારણે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનના પગલે મોરેટોરિયમ દરમિયાન લોનના હપ્તાની મોકૂફ રખાયેલી ચુકવણી માટે તેના વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની માફીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા અપનાવાઈ રહેલા નરો વા કુંજરો વા જેવા વલણની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલા પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને એક સપ્તાહમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પૂરતી સત્તા હોવા છતાં તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આડમાં સંતાઈ રહી છે અને પોતાનું વલણ સ્પષ્ટ કરી રહી નથી.