કેન્દ્રીય નાણામંત્રાલય અંતર્ગતના આર્થિક બાબતોના વિભાગે મંગળવારે દાવો કર્યો હતો કે કોરોના મહામારી છતાં ભારતનો આર્થિક વિકાસ યથાવત છે. ડીઇએના સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે, લોકડાઉન હટાવ્યા પછીના કેટલાક મહિનામાં ભારતીય અર્થતંત્રમાં વેગ જોવા મળ્યો છે. આગામી મહિનાઓમાં અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે. હાલમાં ખાદ્યપદાર્થોમાં જોવા મળી રહેલી મોંઘવારી હંગામી સ્થિતિ છે. અમે ભાવ કાબૂમાં લેવા પગલાં લીધાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ટૂંકસમયમાં વધુ આર્થિક રાહતોની જાહેરાત કરશે.