કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી તૃણમૂલ કોંગ્રેસની ફરિયાદ પર રિપોર્ટ માંગ્યો હતો કે કોરોના રસીકરણ પછી લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરની હાજરી છે.
રાજ્ય ચૂંટણી અધિકારીને તૃણમૂલ ફરિયાદની સત્યતા સાબિત કરવા જણાવ્યું છે. અધિકારીએ રજૂ કરેલા અહેવાલના આધારે ચૂંટણી પંચ આ કેસમાં આગળની કાર્યવાહીનો નિર્ણય લેશે. કો-વિન એપથી કોરોના રસીકરણના લાભાર્થીઓને આપવામાં આવેલા પ્રમાણપત્ર અંગે વડાપ્રધાનના ફોટોગ્રાફ મામલે તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ચિત્રો ચૂંટણીલક્ષી રાજ્યોમાં આચારસંહિતાનો ભંગ કરે છે.