કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભુકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.