કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આજે કચ્છના ભચાઉમાં ભુકંપથી ધરતી ધ્રૂજી ઉઠી છે. આજે રાત્રે 9 કલાકને 8 મિનિટે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.