આજે રાતના 8 વાગ્યે અને 12 મિનિટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. અમદાવાદમાં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અનેઘર બહાર દોડી આવ્યા હતા. આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકોઅનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યાહતા.જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે.રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.8ની નોંધાઈ છે.
અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારત તેમજ લો રાઇઝ ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા. ફ્લેટમાં સૌથી ઉપરના માળે રહેતા લોકોને વધુ અનુભવ થયો છે. અમદાવાદમાં 3ની આસપાસની તીવ્રતા નોંધાઈ છે.
મોરબીમાં 7થી 8 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટમાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે.