જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. સવારે લગભગ 8.59 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કટરાથી 84 કિમી દૂર રહ્યું છે. આ વાતની જાણકારી નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આપી છે.
અગાઉ 14થી 16 જૂનની વચ્ચે પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાન-માલને નુકસાન થયા હોવાની કોઈ જાણકારી મળી નથી.