દેશના પૂર્વોતર રાજ્ય મેઘાલયમાં આજે સવારે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. સવારે 7.47 કલાકે આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ભૂકંપને કારણે જાનમાલને નુકસાન થયા હોવા અંગે હાલ કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.