મેઘાલયમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ 3.46 કલાકે રાજ્યના તુરાથી 37 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. આ અગાઉ બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.