કેન્દ્રની નેતાગીરીની સૂચનાને માથે ચઢાવીને ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પરથી વિજય રૂપાણીએ આજે બપોરે અંદાજે અઢીથી પોણા ત્રણ વાગ્યાના અરસામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું.
ભાજપના સિનિયર કેન્દ્રિય નેતા અને સંગઠન મંત્રી બી.એલ. સેંતોષ તેમને મળવા ગુરૂવારે ખાસ ગાંધીનગર આવ્યા હતા અને મોવડી મંડળની ઇચ્છાની વિજય રૂપાણીને જાણકારી આપી હતી. આ ઇચ્છા જાણ્યા પછી વિજય રૂપાણીએ હોદ્દો છોડી દેવાનું મન બનાવી લીધું હતું. આજે સવારે ભાજપ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ વિજય રૂપાણીને મળ્યા હતા.